મોરબી : હળવદ શહેર નજીક આવેલ દશામાતાજીના મંદિર પાસે ગત તા.16 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે GJ-36-BA-8017 નંબરનું બાઈક લઈને જઈ રહેલા પ્રવિણગીરી દોલતગીરી ગોસાઇ ઉ.વ.35 રહે.ભવાની નગર ઢોરો, હળવદ વાળાના બાઈક આડે ભૂંડ આડું ઉતરતા પ્રવિણગીરી બાઈક સાથે નીચે રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.