Sunday - Aug 23, 2026

મોરબી નજીક કારખાનાની ઓરડીમાંથી પોણા બે કિલો ગાંજા સાથે શ્રમિક ઝડપાયો

મોરબી નજીક કારખાનાની ઓરડીમાંથી પોણા બે કિલો ગાંજા સાથે શ્રમિક ઝડપાયો

મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની ટીમે નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરીને બેલા ગામ નજીક આવેલા એક સેનેટરીવેર કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી ગેરકાયદે ગાંજાના જથ્થા સાથે એક મજૂરને ઝડપી પાડ્યો છે.

મોરબીના બેલા નજીક આવેલા સેનેટરીવેર કારખાનાના લેબર ક્વાર્ટરમાં નશીલા પદાર્થનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળતાં SOG પીઆઈ સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કારખાનામાં મજૂરી કામ કરતા શખ્સના ક્વાર્ટરમાંથી આશરે પોણા બે કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.