મોરબી : જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ ખાતે તા.22-4-2025ના રોજ આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોની ઘાતકી હત્યા કરી જધન્ય હત્યાકાંડ સર્જ્યો હતો. જેને સનાતન યુવા ગ્રુપ મોરબીના દરેક સભ્યો સખત શબ્દોમાં વખોડી કાઢી છે. ત્યારે આ દરમ્યાન તા.23-5-2025ના રોજ સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતોના આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી.