Sunday - May 03, 2026

માળીયાના મોટા દહીંસરા ગામે જૂથ અથડામણ, 10 ઘાયલ

માળીયાના મોટા દહીંસરા ગામે જૂથ અથડામણ, 10 ઘાયલ
માળીયાના મોટા દહીંસરા ગામે જૂથ અથડામણ, 10 ઘાયલ

માળીયાના મોટા દહીંસરા ગામે બે જૂથ વચ્ચે જુના મનદુઃખમાં સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં  10 લોકો ઘાયલ થયા હતા. આ બનાવથી ગામમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો.

માળીયાના મોટા દહીંસરા ગામે જૂથ અથડામણ, 10 ઘાયલ

મોરબીના માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ગતરાત્રે બે જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલતી અંગત અદાવતના પગલે બે જૂથ સામસામે આવી જતા જોતજોતામાં બન્ને જૂથ વચ્ચે હિસંક અથડામણ થઈ હતી. આ બન્ને જૂથના સભ્યો એકબીજા ઉપર તલવાર, ધોકા, પાઇપ, ધારીયા જેવા ઘાતક હથિયારો વડે તૂટી પડતા થોડીવાર માટે અફડાતફડી મચી હતી.આ સશસ્ત્ર મારામારીમાં બન્ને પક્ષના મળીને 10 લોકોને ઇજા પહોંચી હતી.આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.