મોરબી : મોરબી તાલુકાના કાલિકાનગર નજીક આવેલ માઇન સ્લોન માઈક્રો નામની ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની આદર્શભાઈ મહેશભાઈ વર્મા કોઈ કારણોસર ફેકટરીમાં આવેલ કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.