મોરબી : મોરબી નજીક આવેલા ઘુંટુ ગામ ખાતેની મારમોલા સિરામિક ફેક્ટરીમાં કામ કરતા અને હળવદ તાલુકાના ડુંગરપુર ગામના રહેવાસી મગનભાઈ ભાવુભાઈ આકરિયા (ઉ.વ. 30) કામ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. કામ કરતી વેળાએ તેઓ સીડી પરથી નીચે પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.