Saturday - May 16, 2026

મોરબીના કારખાનામાં ડીઝલનું બેરલ કાપતા આગ લાગવાથી પ્રૌઢનું મોત

મોરબીના કારખાનામાં ડીઝલનું બેરલ કાપતા આગ લાગવાથી પ્રૌઢનું મોત

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ એક કારખાનામાં ડિઝલનું ખાલી બેરલ વેલ્ડીંગથી કાપતી વેળાએ અચાનક આગ લાગતા મૂળ ઉત્તરપ્રદેશના વતની આધેડ શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.

મોરબી શહેરના શનાળા રોડ પર જીઆઇડીસીમાં આવેલ જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની બાબુરામ બેચુભાઈ વિશ્વકર્મા ઉ.વ.55 ગત તા.24ના રોજ કારખાનામાં ડિઝલનું ખાલી બેરલ વેલ્ડીંગથી કાપી રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.