મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર્સ પાછળ આવેલ ઉમિયા મિનરલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતી ચંદાબેન ભુરાભાઇ પાન ઉ.વ.30 નામના મહિલા ફેકટરીમાં મજૂરી કામ કરતી હતી. ત્યારે ફેકટરીના મશીનના બેલ્ટમાં આવી જતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.