મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સેન્ટાગોન સીરામીક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા અર્જુનભાઇ રાયસંગભાઇ મજહી ઉ.વ.37 નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.