મોરબીના નવા જાંબુડિયા નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશનો શ્રમિક પરિવાર બાઈક ઉપર જતો હતો ત્યારે કાળમુખા ડમ્પરે બાઇકને સામેથી ટક્કર મારતા પતિની નજર સામે પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઈક ઉપર બેઠેલા ભાણેજને પણ ઇજાઓ પહોંચી હતી.
મોરબીના નવા જાંબુડિયા નજીક આવેલ ઓલ્વિન સીરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની પ્રિન્સ રાજભૈયા ચૌહાણ નામના યુવાને જીજે – 36 – ટી – 7044 નંબરના આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તા.16ના રોજ સાંજના સમયે તેઓ પોતાનું બાઈક લઈને પત્ની ઇન્દુબેન, પુત્ર પ્રહલાદ, પુત્રી પરી તેમજ ભાણેજ રાજવીર સાથે જતા હતા ત્યારે આરોપી ડમ્પર ચાલકે સામેથી ટક્કર મારતા ફરિયાદીના પત્ની ઇન્દુબેન પડી જતા ડમ્પરનો જોટો ઇન્દુબેન ઉપર ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચતા ઇન્દુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ભાણેજ રાજવીરને માથાના ભાગે ઇજાઓ થઈ હતી. આ ગમખ્વાર અકસ્માત અંગે પ્રિન્સભાઈની ફરિયાદને આધારે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.