મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાન એપાર્ટમેન્ટમાં રહેતા જયદિપભાઈ મનસુખભાઈ શેરશીયાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રંગપર ગામ પાસે આવેલ લેમસ્ટોન સિરામિક કારખાનામાં એકાઉન્ટર તરીકે નોકરી કરતા હોય ત્યારે કારખાનાના શેઠ કાર્તિક મેધપરાએ લોકલ ગાડીના નંબર નાખી જી.એસ.ટી. બીલ બનાવવા કહ્યું હતું.
ફરીયાદીએ તેમ બીલ ન બને તેમ કહેતા આ શેઠે ઓફિસમા આવી ગાળો આપી ઢીકા પાટુનો માર મારીને મારી નાખવાની ધમકી આપી અને ત્યારબાદ તેઓ પોતાનુ સ્પલેન્ડર પ્લસ મો.સા. નં.GJ-36-N-7448 લઇને ઘરે જતા હતા. ત્યારે કારખાનાના ગેઇટની સામે પહોચતા પાછળથી શેઠે ઇનોવા ગાડી નં.GJ-36-F-2881 લઇને મારી નાખવાના ઇરાદે ત્રણ વખત ગાડી માથે નાખી તેમના ડાબા હાથમા તથા ડાબા પગમા મુંઢમાર ઇજા પહોંચાડી ફરીયાદ કરીશ તો જીવતો નહિ રહેવા દવ અને ક્યાંય કારખાને નોકરીએ નહિ રહેવા દવ તેવી ધમકી આપી બાઇકને પણ નુકસાન કર્યું હતું.