Thursday - Aug 20, 2026

મોરબીના આમરણ ગામે દીવાલ ઘસી પડતા મહિલાનું મોત

મોરબીના આમરણ ગામે દીવાલ ઘસી પડતા મહિલાનું મોત

મોરબી : મોરબીના આમરણ ગામે દીવાલ ઘસી પડતા મહિલાનું કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના આમરણ બેલા ગામે ગઈકાલે મોડી સાંજે રહેમતબેન મામદભાઈ જામ ઉ.વ.57 નામના મહિલા ઉપર અચાનક દીવાલ ધસી પડી હતી. આથી ગંભીર ઇજાઓ પહોંચવાથી રહેમતબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.