મોરબી : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના ત્રણ અલગ અલગ દરોડામાં વિદેશી દારૂની 34 બોટલ કબ્જે કરી બે આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે એક દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવવામાં આવ્યો હતો.
સીટી બી ડિવિઝન પોલીસે માળીયા વનાળિયા સોસાયટીમા સરકારી સ્કૂલ પાસેથી આરોપી પ્રવીણ ઉર્ફે પવો સવજીભાઈ પરમારના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 25 બોટલ કિંમત રૂપિયા 19,272 કબ્જે કરી આરોપીને અટકાયતમાં લીધો હતો. જ્યારે બીજા દરોડામાં પોલીસે પરશુરામ પોટરીના મેદાનમાંથી આરોપી રફીક હસમભાઈ કાસમાણી રહે.ફૂલછાબ કોલોની, વીસીપરા વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 726 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે જોન્સનગર શેરી નંબર 8મા રહેતા આરોપી મકબુલ હનીફભાઈ ચાનિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા 4872 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.