મોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે પર ગત તા.11 એપ્રિલના રોજ જીજે - 36 - ડબ્લ્યુ - 1358 નંબરના રીક્ષા ચાલકે પોતાની રીક્ષા મનુષ્યની જિંદગી જોખમાઇ તે રીતે ફુલસ્પીડે ચલાવી રીક્ષામાં બેઠેલા વર્ષાબેન મુનેશભાઈ પરમાર ઉ.41 રહે.નવી ટીંબડી નામના મહિલાને રીક્ષામાંથી રોડ પર પાડી દેતા વર્ષાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન વર્ષાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પતિ મુનેશભાઈ નાનજીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.