વાંકાનેર : વાંકાનેર શહેરના સ્ટેશન રોડ પર અમરસિંહજી મિલ સામે અજાણ્યા છકડો રીક્ષા ચાલકે જીજે - 36 - એએસ - 8454 નંબરનું બાઈક લઈને પોતાના પત્ની તથા બાળકો સાથે જઈ રહેલા ફરિયાદી બ્રિશપકુમાર રામજીભાઈ સોલંકી રહે.શિવાજી પાર્ક, રેલવે સ્ટેશન રોડ, વાંકાનેર વાળાને હડફેટે લેતા પતિ - પત્નીને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ છકડો રીક્ષા ચાલક નાસી જતા અકસ્માતના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં છકડો રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.