Thursday - Apr 16, 2026

મોરબીમાં માત્ર મામુલી રકમ માટે મિત્રનું ઢીમ ઢાળી દેનાર વોન્ટેડ અપરાંધી છેક 24 વર્ષે પોલીસની ગિરફતમાં આવ્યો

મોરબીમાં માત્ર મામુલી રકમ માટે મિત્રનું ઢીમ ઢાળી દેનાર વોન્ટેડ અપરાંધી છેક 24 વર્ષે પોલીસની ગિરફતમાં આવ્યો

ભાસ્કર ન્યુઝ મોરબી : મોરબીમાં માત્ર મામુલી રૂપિયાની રકમ માટે "મિત્રત્તા"નું ખુન કરીને દોસ્તી જેવા પવિત્ર રિશ્તાને કલંકિત કરનાર વોન્ટેડ અપરાધી 24 વર્ષે પોલીસની ગિરફતમાં આવ્યો છે. જેમાં વર્ષ 2002માં સામાન્ય રકમ માટે મિત્રની નિર્મમ હત્યા કરીને કહેવાતો હત્યારો દોસ્ત ભેદી રીતે ભૂગર્ભ ઉતરી ગયો હતો કે, 24 વર્ષના લાંબા ગાળા સુધી પોલીસથી બચીને એશોઆરામની જિંદગી જીવતો રહ્યો, પણ કહેવાય છે ને કે કાનૂન કે હાથ બહોત લંબે હોતે હે ની જેમ આ હત્યારા દોસ્તને સુરત ડીસીબી ક્રાઈમેં પકડ્યો ત્યારે તેણે 24 વર્ષ પહેલાં મિત્રનું ખુન કર્યું હોવાનું બહાર આવતા અંતે મોરબી તાલુકા પોલીસે આરોપીને પકડીને કોર્ટના આદેશ મુજબ જેલહવાલે કર્યો છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ નજીક વર્ષ 2002માં કાલીચરણ નામના એક વ્યક્તિની માથામાં ધોકો ફટકારીને ક્રૂર હત્યા કરવામાં આવી હતી. અને તેનો મર્ડરનો ગુનો તેજ સમયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. જો કે, આ કાલીચરણ નામના વ્યક્તિની બીજા કોઈએ નહિ પણ તેના કહેવાતા દોસ્તના રૂપમાં શેતાન એવા આરોપી ગંગારામ છોટા દિલા ચત્તરે કરી હોવાનું બહાર આવ્યું હતું. એ પણ માત્ર મામુલી રકમ માટે જ હત્યા કરીને એવી રીતે ગાયબ થઈ ગયો કે 24 વર્ષ સુધી પોલીસની હાથમાં આવ્યો જ ન હતો અને તે 24 વર્ષ સુધી પોલીસની નજરથી બચતો રહ્યો પણ આખરે પોલીસની ચોકર નજરની રડારમાં આવી ગયો હતો. જેમાં છેલ્લા 24 વર્ષથી ફરાર આ હત્યારાને સુરત ડીસીબી ક્રાઈમએ પકડ્યો હતો અને હાલ મોરબી તાલુકા પોલીસ હવાલે કરતા મોરબી તાલુકા પોલીસે વર્ષ 2002માં નોંધાયેલ મર્ડરના ગુનોમાં આરોપી ગંગારામ છોટા દિલા ચત્તર (ઉં.વ.52 મૂળ રહે.વોર્ડ નંબર ૨/૩ ભરબરીયા ગામ થાના મંજરી જિલ્લો પશ્ચિમ સિંહપૂરી ઝારખંડ હાલ રહે.પાવું બસ્તી સુરારામ કોલોની હૈદરાબાદ)ને હત્યાના ગુનામાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.