Tuesday - Jun 30, 2026

મોરબી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી

મોરબી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી

આપણે ત્યાં કહેવત છે કે, બે વાસણ હોય ત્યાં ખખડાટ તો થાય જ. કહેવાનો મતલબ બે ભાઈ હોય કે દંપતી કે પરિવારજનો વચ્ચે ક્યારેકને કયારેક નાના મોટા ઝઘડા થાય જ છે  મતભેદ ક્યારે મનભેદનું સ્વરૂપનું ધારણ કરે એ નક્કી જ નથી હોતું. જેના કારણે મામલો પોલીસ સ્ટેશને જ્યાં વગર રહેતો નથી. પણ મોરબી જિલ્લાનું એક એવું ગામ છે કે, જ્યાં ગામલોકો વચ્ચે નાનો અમથો ઝઘડો તો શુ ક્યારેય મતભેદ થયો નથી. આ ગામનું નામ છે વાંકીયા. વાંકીયા ગામમાં 1947થી માંડીને આજ સુધીમાં ક્યારેય નાનો મોટો ઝઘડો જ થયો નથી. તેથી ગામલોકોને પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાની નોબત નથી આવી. આ ગામ નોન ક્રિમિનલ એટલે બન્યું છે કે, આ ગામમાં સંપ અને એકતા છે. બધી જ જ્ઞાતિના લોકો સુખ શાંતિથી જીવન જીવે છે. ગામના વડીલો કહે છે કે, અમારા ગામના આટલા વર્ષના ઇતિહાસમાં ક્યારેય પણ પોલીસ તેમના ગામે આવી નથી. અને તમે પોલિસ સ્ટેશને  જઈને પૂછો કે વાકિયા ગામ તમારા મા આવે તો પોલિસ એમ્ કે ક્યુ વાકિયા ગામ એ પણ અમારા ગામ નથી આવી અને અમારે પણ પોલીસ સ્ટેશને જવાનું નથી થયું હાલ આ ગામની વસ્તી 650ની છે  બીજા ઘણા લોકો નોકરી માટે મોરબી શિફ્ટ થયા છે. આ લોકોને પણ તહેવારો મનાવવા વતન આવવું જ પડે છે.રાજાશાહી વખતના ગામમા મુખ્ય વ્યવસાય ખેતી હોય અને સાથે સાથે લાઈટ પાણી, રસ્તા, ગટર સહિતની શહેર કરતા પણ ચડિયાતી સુવિધા છે. ગામ ઉંચે હોવાથી વરસાદના પાણી ભરાતા નથી. એકંદરે બીજે ફરવા જવા કરતા આ ગામમાં દરેકને એકવાર લટાર મારવી પડે તેવું સુખ સમૃધ્ધિથી છલકાતું આ વાંકીયા ગામ છે.

મોરબી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી

વાકીયા ગામ આઝાદીથી જ નોન ક્રીમીનલ ગામ છે. એટલે સરકારની એક એવી યોજના છે કે જે ગામ નોન ક્રીમીનલ હોય તેને વિકાસ અને ગામની સમૃધ્ધિ માટે ગ્રાન્ટો આપવામાં આવે છે.તેથી સરકારની આ યોજના થકી વાંકીયા ગામને ગ્રાન્ટ મળે છે. અત્યાર સુધીમાં ઘણી બધી ગ્રાન્ટ મળી છે. આ ગ્રાન્ટથી ગામનો Samjh પણ ખૂબ થયો છે અને સમૃદ્ધિ હિલોળા મારે છે.

મોરબી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી