Tuesday - Jul 21, 2026

માળીયા મી.માં બે પાડોશી પરિવારો વચ્ચે વેરઝેરની આગ અંતે મૈત્રીમાં પરિણમી

માળીયા મી.માં બે પાડોશી પરિવારો વચ્ચે વેરઝેરની આગ અંતે મૈત્રીમાં પરિણમી

એક સમયે સામસામા કતરાતા હતા તે યુવાનો હવે જિગરજાન મિત્રો બની સાથે ચા પીવા જવા લાગ્યા

સમજણના ધર્મગુરુ-આગેવાનોએ દરિયાનીગીરી કરતા બંને પરિવાર વચ્ચે સુમેળ સધાયો

(અશ્વિન રાઠોડ સ્વંયભુ)  : નાની અમથી બાબતમાં મોટું મનદુઃખ થઈ પડતાં બે પરિવાર એકબીજાના લોહીની તરસ્યા બની ગયા હતા. યુવાનોને સામસામા થઈ જાય તો કતરાતા રહેતા હતા. પરંતુ હવે સ્થિતિ સદંતર બદલાઈ ચૂકી છે. આજે એ જ બંને પરિવારના યુવાનો જિગરજાન દોસ્ત બની ગયા અને સાથે ચા પીવા જવા લાગ્યા છે. આ કિસ્સો છે મોરબીના મિયાણા તાલુકાના માળિયાનો.

માળીયામાં બે પરિવારો બે વર્ષ સુધી વેરની આગમાં એકબીજા પ્રત્યે રાગદ્વેશ રાખ્યા બાદ પરસ્પર પ્રેમ અને ભાઈચારો જ સર્વપોરી હોવાનું સમજાતા હવે બંને પરિવારો કાયમ માટે સ્નેહના બંધને બંધાય ગયા છે. માળીયા મીયાણાના નવા રેલવે સ્ટેશન નજીક આજુબાજુમાં જ રહેતા બે પાડોશીઓ ઇકબાલભાઈ આમદભાઈ મોવર અને આદમભાઈ કરીમભાઈ માલાણીના પરિવારો બે વર્ષ પહેલાં નાની અમથી વાતમાં વેરના બીજ રોપાય ગયા હતા. આમ તો આ બંને પરિવારો રેલવે વિભાગમાં સંકળાયેલા છે અને વેલ એજ્યુકેડ પણ છે. બંને પરિવારો આર્થિક સક્ષમ છે. પણ બન્ને પરિવારોના હૃદય અને મનની અંદર એકબીજા પ્રત્યે કટુતા એટલે નફરત એટલી જાગી ગઈ હતી કે એકબીજાને જોતા જ મનની અંદરનો વેરનો અગ્નિ બહાર આવી જતો અને ઝઘડાઓ વધી.જતા તેમજ સ્થિતિ કાબુ બહાર જતા અંતે ધર્મગુરુ ઇમામ મૌલાના કમાલુદિન સાહેબ અને પોલીસ તેમજ આગેવાનોએ બન્ને પરિવારો વચ્ચે સુલેહ.કરવાના ઘનિષ્ઠ.પ્રયાસો કર્યા હતા અને માલાણી તેમજ મોવર પરિવારના તમામ સભ્યોને ઝૈતુંન મસ્જિદ ખાતે ધર્મગુરુએ એકત્ર કરીને પરસ્પર વેરથી વિનાશ થશે જ્યારે એકબીજા પ્રત્યે પ્રેમ રાખશો તો ભાઈ કરતા પણ દુઃખમાં પાડોશી પહેલા મદદે આવીને એ કપરી પરિસ્થિતિમાંથી ઉગારવા માટે બનતું તમામ કરી છૂટશે. આથી બન્ને પરિવારોને પાડોશી ધર્મ તેમજ ભાઈચારો અને એકબીજા પ્રત્યે સદભાવનાનું મહત્વ સમજવતા વેર ભૂલીને એકબીજા સાથે ચા પીને ગળે ભેટી પડ્યા હતા.

છોકરાઓ વચ્ચેની તકરારે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું

એક પરિવાર સસરા પક્ષ અને બીજા પરિવાર સાથે પણ કૌટુંબિક સબંધ ધરાવતા અમીનભાઈ ભટ્ટી કહે છે કે, બે વર્ષ પહેલાં આ બે પરિવારોના છોકરા એટલે 18થી 22 વર્ષના યુવાનો શેરીમાં સાથે રમતા હોય તેમાંથી કોઈ એકે બીભત્સ ગાળ બોલતા જ નાના સ્તરે બાદ મોટાપાયે બબાલ થવા લાગી હતી. પહેલા યુવાનો ઝઘડ્યા અને મારામારી ઉપર ઉતારી આવ્યા ત્યાં સુધી તો ઠીક હતું પણ બન્ને પરિવારના મોટાઓ એન્ટર થતા નાની વાતે ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેમાંય એકબીજાના મકાનો દરેક ફૂટના અંતરે આવેલા હોય ત્યારે ત્યાંથી નીકળવાનું થાય ત્યારે એકબીજા સાથે ખાસ કરીને યુવાનો કતરાયને ખૂંનન્સભરી નજરે જોતા અને જો કે પહેલા એક પરિવારના લોકો સામા પરિવારો.પર હુમલો કરે પછી.સામા પરિવાર પણ વળતો હુમલો કરીને બદલો.લેતો, આ રીતે નાના મોટા છમકલાં થતા હોવાથી ભવિષ્ય ગેંગવોરમાં જેવી  ગંભીર પરિસ્થિતિ થાય એમ હતી. પણ સમજાવટથી મન અને હૃદયમાં વેરની આગ શમી ગઈ છે એની જગ્યાએ પરસપર મૈત્રીનું ફૂલ ખીલ્યું છે.

પોલીસ સમયસર ન આવી હોત તો કદાચ પરિસ્થિતિ વણસી જાત

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાધાંનના બે દિવસ અગાઉની રાત્રે બંને પક્ષના લોકો હથિયારો સાથે એકબીજાને ભરી પીવા સામસામે આવી ગયા હતા. પણ તેઓએ સમયસર માળીયા પોલીસને જાણ કરી દીધી હતી. એટલે પોલીસ તુરંત પહોંચીને મામલાને અંકુશમાં લઈ લીધો હતો. જો પોલીસ સમયસર આવી ન હોત તો કદાચ પરિસ્થિતિ ઘણી કાબુ બહાર જઈને અશાંતિનું વાતાવરણ સર્જાઈ એમ હતું. અગાઉ બે પોલીસ ફરિયાદ તો થઈ ગઈ હતી. પણ આગેવાનોના પ્રયાસોથી ત્રીજી ફરિયાદ થઈ ન હતી.

પહેલા પુરુષો બાદ મહિલાઓ વચ્ચે મેળાપ કરાવ્યો

ધર્મગુરુ અને સામાજિક આગેવાનો છેલ્લા બે દિવસથી આ બન્ને પરિવારો વચ્ચે કાયમ સુલેહ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં ધર્મગુરુએ પહેલાં બંને પરિવારોના પુરુષો વચ્ચે સમાધાન કરાવ્યા બાદ મહિલાઓ વચ્ચે કોઇપણ પ્રકારની કડવાશ ન રહે એ રીતે સુમેળ કરાવ્યો હતો. આંખના બદલામાં આંખ લેશો તો દુનિયા આંધળી થઈ જશે અને આ વેરઝેર કાંઈ વળવાનું નથી અને મનમાં આજ રીતે વૈમનસ્ય રાખશે તો કદાચ પેઢી દર પેઢી તમારા સંતાનોને વિના કારણે ભોગવવું પડશે. પહેલા ચા પાણી બાદ બંને પરિવારો એકસાથે ભોજન લીધું હતું. જે બન્ને પરિવારના યુવાનો એકબીજા સાથે કતરાતા હતા તે હવે જીગરજાન મિત્રો બનીને સાથે ચા પીવા જાય છે.

માળીયા મી.માં બે પાડોશી પરિવારો વચ્ચે વેરઝેરની આગ અંતે મૈત્રીમાં પરિણમી
માળીયા મી.માં બે પાડોશી પરિવારો વચ્ચે વેરઝેરની આગ અંતે મૈત્રીમાં પરિણમી
માળીયા મી.માં બે પાડોશી પરિવારો વચ્ચે વેરઝેરની આગ અંતે મૈત્રીમાં પરિણમી