Sunday - Jul 05, 2026

નવા વર્ષની અનોખી પહેલ ફિટનેસ વુમન યોગા ગ્રુપે ઝુંપડપટ્ટીના બાળકો સાથે ખુશીઓ વહેંચી.

નવા વર્ષની અનોખી પહેલ ફિટનેસ વુમન યોગા ગ્રુપે ઝુંપડપટ્ટીના બાળકો સાથે ખુશીઓ વહેંચી.

મોરબી: સામાજિક જવાબદારી અને માનવતાના અભિગમ સાથે ફિટનેસ વુમન યોગા ગ્રુપ દ્વારા નવા વર્ષની એક પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલા આ ગ્રુપના સભ્યોએ ભપકાદાર ઉજવણીને બદલે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું પસંદ કર્યું હતું.

​ઉજવણીની મુખ્ય વિગતો પર નઝર કરીએ તો ​તેમને પ્રેરણાત્મક અભિગમ સાથે ઉજવણી કરી હતી, સામાન્ય રીતે લોકો નવા વર્ષે પાર્ટી કે મોજ-મજા કરતા હોય છે, પરંતુ આ ગ્રુપે ઝુંપડપટ્ટીના બાળકો સાથે સમય વિતાવીને સમાજને નવી રાહ ચીંધી છે.
 

નવા વર્ષની અનોખી પહેલ ફિટનેસ વુમન યોગા ગ્રુપે ઝુંપડપટ્ટીના બાળકો સાથે ખુશીઓ વહેંચી.

​ગ્રુપના સંચાલક કાજલબેન આદ્રોજા અને અન્ય યોગ સાધકોએ પછાત વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં આ પ્રસંગે બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને તેમની સાથે વાતો કરીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

સમાજ માટે તેમનો અમૂલ્ય સંદેશ કે ​"સાચો યોગ એ જ છે જે આપણને સમાજ સાથે જોડે. નવા વર્ષની શરૂઆત આ નિર્દોષ બાળકોના સ્મિત સાથે કરવાથી જે આનંદ મળ્યો છે તે અવર્ણનીય છે." - ફિટનેસ વુમન યોગા ગ્રુપ

​આમ, ફિટનેસ વુમન યોગા ગ્રુપે માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પણ સામાજિક સેવાનો સંદેશ આપીને નવા વર્ષને ઉમળકાભેર આવકાર્યું હતું.