તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મતદાર જાગૃતિનો સંદેશ અપાયો
મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશને મતદાર જાગૃતિ માટે અનોખી પહેલ કરી છે. નવયુગ વિદ્યાલયે ફરી એક વખત સમાજને પ્રેરણા આપતું આયોજન કરી ‘સિતારે નવયુગ’ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સાથે લોકશાહી મજબૂત બને તેવા મતદાન જાગૃતિના સંદેશને પણ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો હતો.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતા, વિપુલભાઈ અઘારા, પ્રાંત પ્રચારક મહેશભાઈ બોપલિયા, આર.એસ.એસ. મોરબી જિલ્લા કાર્યવાહ સુરેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહીને મોટી સંખ્યામાં ઉમટી પડેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને મલોકશાહીનો પાયો મજબૂત બનાવવા મતદાન અવશ્ય કરવાની પ્રેરણા પુરી પાડી હતી.
કાર્યક્રમ દરમિયાન શૈક્ષિક મહાસંઘ – મોરબી જિલ્લાના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ મતદાન કરવું માત્ર અધિકાર નહીં પરંતુ પવિત્ર ફરજ અને નાગરિક ધર્મ હોય પણ લોકોની ઉદાસીનતા પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે એક મતની કિંમત કેટલી મહત્ત્વપૂર્ણ છે તેનું ઉદાહરણ ઇતિહાસમાં જોવા મળે છે, જ્યાં માત્ર એક મતના કારણે સરકારને વિશ્વાસ મત ગુમાવવો પડ્યો હતો અને દેશને મધ્યાવધી ચૂંટણીનો સામનો કરવો પડ્યો હતો. અંતમાં તમામને લોકશાહી મજબૂત બનાવવા નિશ્ચિતપણે મતદાન કરવાની પ્રેરણા આપી શપથ લેવડાવ્યા હતા.