Saturday - Apr 25, 2026

મોરબીમાં ચૂંટણી ટાણે જ વજેપર, અવની રોડ અને મંગલભુવન નજીક 620 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

મોરબીમાં ચૂંટણી ટાણે જ વજેપર, અવની રોડ અને મંગલભુવન નજીક 620 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

પોલીસના દરોડામાં બે આરોપી ઝડપાયા, એક આરોપી ફરાર

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે અલગ અલગ ત્રણ દરોડામાં વજેપર, અવની રોડ તેમજ મંગલભુવન નજીકથી વિદેશી દારૂના ત્રણ દરોડા પાડી દારૂની 620 બોટલ કબ્જે કરી બે આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે, અવની રોડ પર દરોડા સમયે એક શખ્સ મોટર સાયકલ મુકી નાસી ગયો હતો.

પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે વજેપરના ઝાપા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે - 36 - ડબ્લ્યુ - 0687 અટકાવી તલાશી લેતા આરોપી મંજુરહુસેન ઇસ્માઇલભાઈ જીંદાણી ઉ.28 રહે.સિપાઈવાસ, મોરબી વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 મીલી માપની 576 બોટલ કિંમત રૂપિયા 1,28,160 મળી આવતા પોલીસે 50 હજારની રીક્ષા સહિત 1,78,160નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછપરછમાં અન્ય આરોપી રોહિત જીવણદાસ દુધરેજીયા રહે.કાલિકા પ્લોટ વાળાનું નામ ખુલતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

બીજા દરોડામાં પોલીસે અવની રોડ પર અવની પાર્ક સોસાયટીમાં બાતમીને આધારે દરોડો પાડતા જીજે - 27 - એફઈ - 2124 નંબરના મોટર સાયકલ લઈને નીકળેલા આરોપી મનીષભાઈ ઉર્ફે પેંગો જયકીશનભાઈ અનાવડીયા પોલીસને જોઈ મોટર સાયકલ મૂકી નાસી ગયો હતો.પોલીસે મોટર સાયકલ ચેક કરતા મોટર સાયકલમાંથી વિદેશી દારૂની 180 મીલી માપની 43 બોટલ કિંમત રૂ.10,750 મળી આવતા પોલીસે 5 હજારના મોબાઇલ અને 50 હજારના મોટર સહિત કુલ રૂ.65,750નો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.ત્રીજા દરોડામાં પોલીસે મંગલભુવન રોડ પર કબ્રસ્તાન સામે દરોડો પાડી આરોપી જીતેન્દ્ર રાજુભાઇ દુધરેજીયા ઉ.30 રહે.રણછોડનગર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં દારૂની બોટલ આરોપી ચેતન હસમુખભાઈ પરમાર રહે.વાવડી રોડ વાળા પાસેથી મેળવી હોવાનું કબુલતા ચેતનને ફરાર દર્શાવી પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.