Monday - Apr 20, 2026

ટંકારા નજીક બંધ ટ્રક પાછળ બીજો ટ્રક ટકરાતા કચ્છના ટ્રક ચાલકનું મોત

ટંકારા નજીક બંધ ટ્રક પાછળ બીજો ટ્રક ટકરાતા કચ્છના ટ્રક ચાલકનું મોત

ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર છતર નજીક શિવમ કોલ્ડ સ્ટોરેજ પાસે રોડની વચ્ચે ડિવાઈડર પાસે બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રક અથડાતા કચ્છના ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બેદરકારીથી ટ્રક ઉભો રાખનાર ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી - રાજકોટ હાઇવે પર છતર ગામ પાસે આવેલ શિવમ કોલ્ડ સ્ટોરેજ સામે હાઇવે પર ડિવાઈડર પાસે રોડની વચ્ચોવચ જીજે - 10 - ઝેડ - 5788 નંબરના ટ્રક ચાલકે કોઈ આડશ કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર ટ્રક ઉભો રાખી દેતા ગત તા.13 એપ્રિલના રોજ વહેલી સવારે કચ્છના મુન્દ્રાથી જૂનાગઢ જતા જીજે - 39 - ટી - 0160 નંબરના ટ્રકને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં કચ્છના મુંદ્રા ખાતે રહેતા ટ્રક ચાલક ઉપેન્દ્રભાઈ રાય નામના ટ્રક ચાલકનું મૃત્યુ નિપજતા તેમના પિતરાઈ ભાઈ રાજુભાઇ વિશ્વનાથ રાય રહે.મુંદ્રા કચ્છ વાળાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.