Thursday - Jul 02, 2026

મોરબીની ત્રાજપર ચોકડી પાસે વાહનની ટકકરથી બાઈક ચાલકનું મોત

મોરબીની ત્રાજપર ચોકડી પાસે વાહનની ટકકરથી બાઈક ચાલકનું મોત

મોરબી : મોરબી શહેરના હાઉસિંગ બોર્ડથી ત્રાજપર ચોકડી તરફ જતા રસ્તા પર ગત તા.16ના રોજ વહેલી સવારે પોતાનું જીજે - 03 - બીસી - 1461 નંબરનું બાઈક લઈને જઈ રહેલા અમૃતભાઈ આરદેશણા નામના વૃદ્ધને જીજે - 36 - એક્સ - 0676 નંબરના વાહન ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા અમૃતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પત્ની લીલવંતીબેન અમૃતલાલ આરદેશણા રહે.મહાવીર સોસાયટી, મોરબી વાળાએ વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.