Monday - Apr 06, 2026

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રક પલ્ટી જવાથી ટ્રક ચાલકનું મોત

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રક પલ્ટી જવાથી ટ્રક ચાલકનું મોત

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક ગઈકાલે વહેલી સવારે આરજે - 49 - જીએ - 5476 નંબરનો ટ્રક પલ્ટી મારી જતા ટ્રક ચાલક પ્રદીપભાઈ મહાવીરપ્રસાદ બીબાન રહે.અનુપશહેર, રાજસ્થાન વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટ્રકના ક્લીનર જયપ્રકાશ ઉર્ફે વિકાસ લાલચંદ બીબાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.