રબારી સમાજમાં શિક્ષણના ખૂબ ન ઓછા મહત્વ વચ્ચે ધો.12થી લક્ષ્ય નક્કી કરી પિતાએ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન આપ્યા બાદ પુત્રએ કઠોર સંઘર્ષ કરી સમાજમાં કુંવરાવજો નાબૂદ કરી યુવાનોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા
(રવિ બરાસરા) : ઘણા વિદ્યાર્થીઓ મોટી ઉંમરે પોતાની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે સારી કારકિર્દી બનાવી ન શક્યનો વસવસો વ્યક્ત કરે છે. હકીકતમાં પરિસ્થિતિ ગમે તેવી નબળી કે સામાજિક ઢાંચો મજબૂત ન હોય તો પણ માણસ ધારે તો હિમાલય જેવી સફળતા મેળવવામાં કોઈપણ બાબત બાંધારૂપ બનતીનથી. આ બાબતને મોરબીના રબારી સમાજના યુવાને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. પશુપાલન સાથે સંકળાયેલા આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હોવાની સાથે હજુ પણ કેટલાક સામાજિક કુંરીવાજો સમાજના વિકાસમાં અવરોધરૂપ બનતા હોવાથી ધો.12થી લક્ષ્ય નક્કી કરી અને પિતાએ પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન આપ્યા બાદ પુત્રએ કઠોર સંઘર્ષ કરી સમાજમાં કુંવરાવજો નાબૂદ કરી યુવાનોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા છે.
મોરબીની પારેખ શેરીમાં રહેતા કલાસ વન અધિકારી સુનિલભાઈ રાઠોડ એમના રબારી સમાજમાં જાણે રણમાં ગુલાબ ખીલ્યું હોય એમ તેઓ કુદરતી રીતે નાનપણથી ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાથી કઠોર મહેનત કરીને મોરબીમાં વીસી હાઈસ્કૂલમાં ધો.12 સુધીનું શિક્ષણ લીધા બાદ તેમણે પોતાના સમાજની સ્થિતિ વિશે અભ્યાસ કર્યો તો જણવા મળ્યું કે , હજુ તેમનો સમાજ આર્થિક રીતે તો ઠીક શિક્ષણ ક્ષેત્રે પણ પાછળ છે. એનું મુખ્ય કારણ કેટલાક કુરિવાજો હતા. જે સમાજના વિકાસને અટકવવામાં બાધારૂપ બનતા હતા. તેમના સહિતના બીજા સોશ્યલ રીતે પછાત અન્ય સમાજને પણ સમાજની મુખ્ય ધારામાં લાવવા ભારે કમર કસી હતી અને કોલેજમાં સમાજ શાસ્ત્રના મુખ્ય વિષય તરીકે પસંદ કરી આખા સમાજના માળખા, સમાજ સુધારથી દેશ કઈ રીતે આગળ આવે અને સુધારાવાદી રાજા રામ મોહનરાય, ગાંધીજીની સામાજિક ક્રાંતિકારી વિચારધારાનો ઉંડો અભ્યાસ કરી ગેજ્યુએશન પૂરું કર્યા બાદ આ ક્ષેત્રેમાં કઠોર મહેનત કરીને પોસ્ટ ગેજ્યુએટ પણ થયા. તેઓ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પ્રાઇવેટ જોબ કરતા કરતા સરકારી નોકરીની તૈયારી પણ કરીને સમાજમાં રહેલી બદીઓ નાબૂદ કરવા ભારે પ્રયત્નશીલ રહેતા. જો કે તેમના પિતા એક સીરામીક કારખાનામાં સામાન્ય કર્મચારી હોય સામાન્ય આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ ઘરનું ભરણપોષણ કરવાની સાથે પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવામાં કોઈ કસર છોડી ન હતી. સામે પુત્રે પણ કઠોર મહેનત કરી માસ્ટર ડિગ્રી બાદ અલગ અલગ પ્રોજેક્ટ ઉપર કામ કરતા સરકારી નોકરીની તૈયારીઓ કરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડણની કલાસ ટુ અધિકારી તરીકે પરીક્ષા પાસ કરી અને આ જ પોસ્ટ ઉપર તેઓને કલાસ વન અધિકારી તરીકે પ્રમોશન મળ્યું છે.
અનેક બાળ લગ્ન અટકાવ્યા
સુનિલ રાઠોડ તેમજ દેવેન રબારી સહિતના યુવાનોએ તેમના સમાજમાં વર્ષોથી અનેક ચાલી આવતા કુરિવાજો સામે જંગ છેડયો હતો અને ખાસ તો સમાજમાં બાળ લગ્નની પ્રથાને નાબૂદ કરવા લોકોને સામાજિક, કાયદાકીય અને દીકરા દીકરના ભવિષ્યને ન બગાડવા માટે જાગૃત કર્યા આ રીતે તેઓ સમાજ શાસ્ત્રના ભણતરથી સમાજમાં અનેક બાળ લગ્ન અટકાવ્યા હતા. તેમજ લગ્નમાં કરિયાવર સહિતની અનેક કુપ્રથાને નાબૂદ કરી સમાંજના દીકરા દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એ માટે તમામ રીતે મદદ કરવા આજે પણ તેઓ સક્રિય છે.
વેકેશનમાં નોકરી કરીને ફી નો ખર્ચ કાઢી લેતા
આ અધિકારી કહે છે કે, તેમના પિતાની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં પિતાએ તેમને ભણવા માટે ક્યારેય પણ પાછીપાની કરી જ હતી. પણ કોલેજમાં આવ્યા એટલે તેમણે પોતાની ફી સહિતનો શિક્ષણનો ખર્ચ ઉઠાવવા સીરામીકમાં કે જ્યાં પણ જોબ મળે ત્યાં જોબ કરતા. એ પણ વેકેશનમાં જ. કારણ કે વેક્શનમાં ક્યાંય ખોરી રખડપટ્ટી ખાલી ખાલી ઘરે બેસવા કરતા ઘરને પણ મદદરૂપ થઇ શકતા. આથી પોતાના અનુભવ અને મહેનતથી કહે છે કે. જેને ખરેખર ભણવું જ હોય એને કોઈ સમસ્યા નડતી નથી. એટલે ખરેખર મન હોય તો માળવે જવાય.