Friday - May 01, 2026

મોરબીના દાઉદી વ્હોરા સમાજ દીવગંતોને શ્રધ્ધાંજલી અર્પણ

મોરબીના દાઉદી વ્હોરા સમાજ દીવગંતોને શ્રધ્ધાંજલી અર્પણ

મોરબી શહેરમાં આવેલી સૈફી મસ્જિદ ખાતે આજે તારીખ 25 એપ્રિલના રોજ મોરબીના આમિલ સાહેબના નેતૃત્વમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકી હુમલાના મૃતકો માટે ખાસ દુઆઓ  માંગવામાં આવી હતી. દુઆઓ સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં હતી. તેમજ મૃતકોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળ્યું હતું. દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મૃતકો પ્રત્યે દાઉદી વ્હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડીમાં ઇશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરવામાં આવી હતી. આ અંગેનું આયોજન મોરબી અનજુમને સૈફી જમાઅત કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું

મોરબીના દાઉદી વ્હોરા સમાજ દીવગંતોને શ્રધ્ધાંજલી અર્પણ