Saturday - Jun 27, 2026

કારગિલ વિજય નિમિતે મોરબીમાં મશાલ રેલી યોજાઈ

કારગિલ વિજય નિમિતે મોરબીમાં મશાલ રેલી યોજાઈ

જમ્મુ કશ્મીરના કારગિલ સેકટરમાં ભારત પાક વચ્ચે પોકસી વોરમાં ભારતના વિજય રૂપે ઉજવાતા કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ નિમિતે મોરબી જીલ્લા યુવા ભાજપ અને મોરબી શહેર યુવા ભાજપ દ્વારા ભારતીય સેનાના વીર શહીદોને વિરાંજલી આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મશાલ રેલી સરદાર સાહેબના ચોકથી પ્રારંભ થઈને મોરબીની મુખ્ય બજારમાં થઈ ઓમ શાંતિ સ્કૂલ સુધી યોજાઈ હતી અને વીર શહીદો અમર રહો, ભારત માતા કી જય , વંદે માતરમ્" ના નાદથી રોડ ગુંજી ઉઠ્યો હતો અને રેલીમાં જોડાયેલા લોકોએ કારગીલ યુદ્ધમાં શહીહ થયેલા ભારતીય સેનાના જવાનોને ભારે હૈયે વીરાજંલી અર્પણ કરી હતી.