Sunday - May 17, 2026

મોરબીના રાપર પાસે ટેન્કર પાછળ ટેમ્પો ઘુસી જતા ટેમ્પો ચાલકનું મોત

મોરબીના રાપર પાસે ટેન્કર પાછળ ટેમ્પો ઘુસી જતા ટેમ્પો ચાલકનું મોત

મોરબી : મોરબી હળવદ હાઇવે પર રાપર ગામની સીમમાં જીજે - 12 - એટી - 7713 નંબરના ટેન્કર ચાલક ડિવાઈડર વચ્ચે વાવેલા વૃક્ષને પાણી પીવડાવતા હતા ત્યારે ટેન્કર પાછળ મોટી લાઈટ ચાલુ હોવા છતાં જીજે - 36 - વી - 8986 નંબરના મીની ટેમ્પોના વાહન ચાલક સાજનકુમાર હરજીભાઈ દેલવાણિયા રહે.સરવડ, માળીયા વાળાએ ટેન્કર પાછળ પોતાનું વાહન અથડાવતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ટેમ્પોમાં સાથે બેઠેલા તેમના સગાભાઈ વિષ્ણુભાઈ હરજીભાઈ દેલવાણિયાને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.