મોરબી:– મધૂરમ ફાઉન્ડેશન મોરબી, ભારત વિકાસ પરિષદ, તથા ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આયુર્વેદના ચાહકો માટે "જીવેમ શરદ: શતમ્ " વિષયના અનુસંધાને ગઈ કાલે આર્ય ગુરુકુળના મેહુલભાઈ આચાર્ય (વેદાંતાચાર્ય)ના વક્તવ્યનું આયોજન તારીખ ૩/૯/૨૦૨૫ના રોજ સાંજે સંસ્કારધામ, નવા બસ સ્ટેન્ડ પાસે રાખવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં મોરબીના આરોગ્ય પ્રેમીઓ ઉમટી પડતાં સંસ્કારધામનો હોલ ચિક્કાર ભરાઈ ગયેલ હતો, મેહુલભાઈ આચાર્યએ સતત ત્રણ કલાક આયુર્વેદ વિશે વિશેષ સમજ આપી હતી. ખાસ તો શરદ ઋતુમાં આહાર વિહારમા લેવાની કાળજી અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું,
આ કાર્યક્રમમાં બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા, મોરબી ખાતે કાર્યરત આયુર્વેદ પ્રચાર સંગઠન, પ્રાકૃતિક ખેતી પ્રચાર અને પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના સભ્યો આ તકે હાજર રહ્યા હતા,
કાર્યક્રમને સફળ બનાવવામાં મધુસૂદન પાઠક, ગાયત્રી પરિવારના મણીભાઈ ગડારા, પનારા સાહેબ, પ્રાણજીવન કાલરિયા દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી, આ તકે મેહુલભાઈએ આયુર્વેદની સમજ આપી શું ખાવું? શું ન ખાવું ? બાબતે બહેનોને ભારપૂર્વક વિશેષ સમજ આપી હતી.
આયુર્વેદ વિશે વધુ માહિતી માટે - પ્રાણજીવન કાલરિયાના 9426232400 પર સંપર્ક કરવો.