મોરબી : મોરબી પોલીસની મહત્વની ગણાતી એલસીબી અને એસઓજી બ્રાન્ચમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ પીઆઈથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસવડાએ એસઓજી પીઆઇને સતાવાર રીતે એલસીબી પીઆઇ તરીકે નિમણૂક આપી એસઓજીનો વધારાનો હવાલો પણ તેમને જ સોંપ્યો છે, સાથે જ લીવ રિઝર્વ પીઆઇને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.