મોરબી: મોરબી પાલિકા તંત્ર દ્વારા હમણાંથી નોન યુઝ પ્લાસ્ટિક બેગ એટલે પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ વેચનાર વિક્રેતા ઉપર તવાઈ બોલવાઈ રહી છે. ત્યારે મોરબીના નવા ડેલા રોડના વેપારીઓએ અમને જ કેમ ટાર્ગેટ કરીને દંડ કરાઈ છે તેવું કહીને પોતાની દુકાનો બંધ રાખી પાલિકાની પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ સામે વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓના વિરોધ વચ્ચે પણ મોરબી નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડવાની ઝુંબેશ ચાલુ રહી હતી. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબી શહેરમાંથી જુદી જુદી જગ્યાએ આશરે 400 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડીને રૂપિયા 34,000નો દંડ કરવામાં આવ્યો છે.