રોગચાળો ફાટી નીકળે એમ હોવાથી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન હલ ન થાય તો આંદોલન કરવાની ચીમકી
મોરબી : ધાર્મિક તહેવારો નવરાત્રી, દીવાળી નજીક આવી રહી હોય ત્યારે મોરબી શહેરમાં ઠેરઠેર ગંદકીથી રોગચાળો માજા મૂકે તેવી પરિસ્થિતિ છે.શહેરના જુના બસ સ્ટેન્ડ ખાનગી હોસ્પીટલ ઝોન વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે. ખાસ કરીને મોરબીમાં આડેધડ બાંધકામોથી ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીનો નિકાલ અટક્યો છે. ઠેરઠેર ભુર્ગભ છલકાતી હોવાથી રોગચાળો ફાટી નીકળવાની સંભવના હોય તાત્કાલીક ભુર્ગભ સાફ કરાવવા તથા આડેઘડ બાંધકામથી ભુર્ગભ બુરી દેવામાં આવેલ છે ટ્રાફીકની સમસ્યામાં ૧૦૮ પણ જઇ શકતી નથી આથી આ દબાણો દુર કરવાની માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેકવાળીયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઇ બ્લોચએ કલેકટર અને ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, મોરબીમાં ચારેકોર ભુર્ગભ છલકાય છે લાતી પ્લોટ દ્રારા અનેક વાર રજુઆત કરવા છતા કોઈ જાતનો નિર્ણય આવતો નથી તથા ખાનગી હોસ્પીટલ, રવાપર રોડ ઉપર હમણાં જ રોડ બનાવામાં આવ્યો તો પણ ત્યાં ભુર્ગભ છલકાય છે ત્યાં ભુર્ગભનો નીકાલ નથી આડેધડ કોમ્પ્લેક્ષનું બાંધકામ કરવામાં આવેલ છે કોઈ જાતનો પાણીનો નિકાલ કરવામાં આવેલ નથી તો આ પાણી રોડ ઉપર છલકાય છે વેપારીઓને ધંધો કરવામાં તકલીફ પડે છે વીજય ટોકીઝ રોડ ચકાજામ થઈ ગયો છે. શેરીઓ ગલીઓમાં પણ ભુર્ગભ છલકાય છે તથા શાકમાર્કીટની પાછળ શાક લેવા પણ જઈ શકતા નથી એવી દુર્ગંધ આવે છે તથા જડેશ્વર રોડથી સુપર ટોકીઝ રોડ પર ભુર્ગભ છલકાય છે.પ્રજા આટલો મોટો ટેકસ ભરે છે પબ્લીક પણ ભુર્ગભની સગવનો કરોડોના ખર્ચે ભુર્ગભ નાખવામાં આવેલ હોવા છતાં, કોઈ જાતની સુવીધા મળતી નથી. ટુક સમય માં ધાર્મિક તહેવારો આવે છે નવરાત્રી જે શેરી ગલીયો માં થાય છે તો નાની બાળાઓ કેવી રીતે રમી શકે અવાર નવાર ભૂગર્ભ ઉભરાતી હોય આ પ્રશ્ન હલ ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.