ટંકારા : ટંકારા શહેરના કલ્યાણપર રોડ પર નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ ઓફિસના રૂમમાં ઘુસી ટંકારાના રહેવાસી આરોપી હાજીસા ઉર્ફે મુન્નો આતંક નામના આરોપીએ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા ફરિયાદી આલ્ફાઝ બસીરભાઈ લધાણી ઉ.વ.20 રહે.કલ્યાણપર રોડ, મૂળ રહે.ગાંધીગ્રામ, ધરમનગર કવાટર્સ, રાજકોટ વાળાને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી ખિસ્સામાં રહેલા રૂ.7 હજારની લૂંટ કરી નાસી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.