Saturday - May 02, 2026

નીચી માંડલ નજીક કેનાલમાં બાળક ડૂબી જતાં શોધખોળ હાથ ધરાઈ

નીચી માંડલ નજીક કેનાલમાં બાળક ડૂબી જતાં શોધખોળ હાથ ધરાઈ

મોરબી : મોરબીના નીચી માંડલ ગામ નજીક આજે સવારે કેનાલમાં એક બાળક ડુબ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઇ શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચી માંડલ નજીક કેનાલમાં બાળક ડૂબી જતાં શોધખોળ હાથ ધરાઈ

આજે મોરબી ૧૦૧ ફાયર કંટ્રોલ રૂમમાં 09:30 વાગ્યે કોલ મળેલ હતો. જેમાં નીચી માંડલ સરપંચએ જણાવેલ કે નીચી માંડલથી વાંકડા જવાને રસ્તે કેનાલમાં એક 8 વર્ષનું બાળક ડૂબી ગયેલ છે. મોરબી ફાયર ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચી રેસક્યુ ચાલુ કરેલ છે. આ બાળકનું નામ તથા કઈ રીતે ડૂબ્યો તે હજુ સામે આવ્યું નથી. વધુમાં આ મામલે તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવતા તેમને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચી માંડલ નજીક કેનાલમાં બાળક ડૂબી જતાં શોધખોળ હાથ ધરાઈ
નીચી માંડલ નજીક કેનાલમાં બાળક ડૂબી જતાં શોધખોળ હાથ ધરાઈ