Thursday - Jul 02, 2026

માળિયાની ભીમસર ચોકડી નજીક દેશી દારૂ ભરેલી રીક્ષા પકડાઈ, ડ્રાઇવર પોલીસને ચકમો આપી ફરાર

માળિયાની ભીમસર ચોકડી નજીક દેશી દારૂ ભરેલી રીક્ષા પકડાઈ, ડ્રાઇવર પોલીસને ચકમો આપી ફરાર

મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી - કચ્છ હાઇવે પર ભીમસર ચોકડી નજીક શંકાસ્પદ હાલતમાં નીકળેલી સીએનેજી રીક્ષા નંબર જીજે - 36 - ડબ્લ્યુ - 1179 અટકાવવા પ્રયાસ કરતા રીક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાસી ગયો હતો. બાદમાં પોલીસે રીક્ષા ચેક કરતા રીક્ષામાંથી 300 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.બનાવ અંગે પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ રીક્ષા નંબરના આધારે ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી એક લાખની કિંમતની રીક્ષા તેમજ 60 હજારનો દારૂ મળી 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.