Wednesday - May 06, 2026

ટંકારા નજીક વાહનની ઠાકરે દુર્લભ પ્રાણી 'શાહુડી'નું મોત

ટંકારા નજીક વાહનની ઠાકરે  દુર્લભ પ્રાણી 'શાહુડી'નું મોત

ટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડીયાથી ઘુનડા જતા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકની અડફેટે આવી જતા એક અતિ દુર્લભ પ્રાણીનું મોત નીપજ્યું છે. ગુજરાતમાં આ પ્રાણીને સામાન્ય રીતે 'શાહુડી' તરીકે ઓળખવામાં આવે છે.
 
ટંકારા નજીક વાહનની ઠાકરે  દુર્લભ પ્રાણી 'શાહુડી'નું મોત

શાહુડી નામનું આ વન્યજીવ આ વિસ્તારમાં આટલા વર્ષોમાં પહેલીવાર જોવા મળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યંત દુર્લભ ગણાતા આ પ્રાણીનું માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. રાત્રીના સમયે કે રસ્તો ક્રોસ કરતી વખતે કોઈ અજાણ્યા વાહન ચાલકે આ પ્રાણીને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આટલા વર્ષો બાદ આ વિસ્તારમાં દુર્લભ પ્રાણી જોવા મળ્યું, પરંતુ દુર્ભાગ્યવશ તે મૃત હાલતમાં જોવા મળતા લોકોમાં કુતૂહલ અને દુઃખની લાગણી જોવા મળી છે.

ટંકારા નજીક વાહનની ઠાકરે  દુર્લભ પ્રાણી 'શાહુડી'નું મોત