મોરબી : ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનું સમય પત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરની ઉપસ્થિતિમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.4/11થી તા.4/12 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. તા 9/12ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા.9/12થી 8/1સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે. 31/1/2026 સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.7/2ના રોજ આખરી મતદાર યાદી જાહેર થશે
આગાઉ થયેલ SIRને અનુસંધાને તા. 1/1/2002ને લાયકાત યોગ્ય ગણવામાં આવશે. 2002-2004માં યોજાયેલ આખરી SIRની મતદાર યાદીમાં નાગરિકો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ 12 દસ્તાવેજો માન્ય ગણાશે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી પ્રતિબુથ 1200 મતદારોની પહેલની અમલવારીના ભાગ સ્વરૂપે બૂથ રેશનલાઇઝિંગ કરી એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે ડોર ટુ ડોર ફરી મતદારયાદી તૈયાર કરવાની કામગીરી શાળા સમય બાદ કરવાની સુચના હોય શાળાનો સમય સવારના 10.30 થી સાંજના 5 વાગ્યા સુધીનો હોય શિયાળામાં દિવસ ટૂંકો હોય, શાળાની ફરજ અને બી.એલ.ઓ.ની ફરજ એકીસાથે કરવી શક્ય નથી. નોકરીના સ્થળને બદલે વતનમાં મતદારયાદીમાં નામ હોવાના કારણે ત્યાંના બુથની કામગીરી શિક્ષકોને સોંપેલ હોય નોકરીના સ્થળથી બીએલઓની કામગીરીનું સ્થળ ઘણું બધું દૂર થતું હોય શાળા સમય બાદ કામગીરી થઈ શકશે નહીં, વળી, બીએલઓની કામગીરીમાં ઘણાં બધાં બહેનો હોય, બહેનોને સવારે અને સાંજે ઘરકામની જવાબદારી હોય સવાર સાંજ ડોર ટુ ડોર જઈ શકે નહીં તો આ કામગીરી શાળા સમય બાદ કરવી કઠિન અને મુશ્કેલ હોય એ બાબત આપની કક્ષાએથીબીએલઓને ઓન ડ્યુટી કામગીરી કરવા માટેનો આદેશ કરવા ડે.કલેકટર પ્રવિણસિંહ જૈતાવતને રજુઆત કરવામાં આવી છે.