બ્લોસમ ઈન્ટરનેશનલ સ્કૂલ સંકુલમાં પ્રથમ તબક્કે 60 વૃક્ષોનું વાવેતર કરાયું; ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા
મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલના જન્મદિન નિમિત્તે મોરબીના બ્લોસમ ઈન્ટરનેશનલ સ્કૂલ સંકુલ ખાતે પર્યાવરણ જતનના સંદેશ સાથે 400 વૃક્ષોના વાવેતરનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. તેના પ્રથમ તબક્કા અંતર્ગત 60 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
જન્મદિનની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. 400 વૃક્ષોના વાવેતરના સંકલ્પના પ્રથમ ચરણમાં 60 વૃક્ષોનું રોપણ કરી પ્રદેશ ભાજપ અધ્યક્ષના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા, તપનભાઈ દવે સહિત મોરબીના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી, જિલ્લા તથા શહેરના હોદ્દેદારો, વિવિધ મંડળોના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકરો અને પૂર્વ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના આયોજન બદલ મોરબી શહેર ભાજપ મહામંત્રી રાજેશ ભીમાણી તથા બ્લોસમ ઈન્ટરનેશનલ સ્કૂલના એમ.ડી. નિમિષા રાજેશ ભીમાણી દ્વારા ઉપસ્થિત તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.