મોરબી : માળીયા (મી) તાલુકાના મોટા દહિસરા ગામે યુવાન ઉપર હુમલો કરનાર આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીના રિમાન્ડ ઉપર લીધો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી પાસે માહિતી ઓકવીને તેંના ઘરની જડતી લીધી હતી. આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ અને નવ જીવતા કાર્ટિઝ મળી આવતા પોલીસે 5900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે આમર્સ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયાની તાલુકાના મોટા દહીસરા ગામે રહેતી યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને જે યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેના કૌટુંબિક વ્યક્તિ દ્વારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ગુનામાં માળિયા તાલુકા પોલીસ દ્વારા બે દિવસ પહેલા આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે. મોટા દહીસરા માળીયાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો અને રિમાન્ડ દરમિયાન તે આરોપીના ઘરની જડતી લેવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દેશી બનાવટની એક પિસ્તોલ જેની કિંમત 5000 રૂપિયા તથા જીવતા 9 કાર્ટીઝ જેની કિંમત 900 આમ કુલ મળીને 5,900 ની કિંમતનો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આ ગુનામાં આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખિલ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.