વાંકનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતો શ્રમિક વિદેશી દારૂ છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ફેકટરીના લેબર કવાટર્સમાંથી વિદેશી - દારૂ બિયરનો જથ્થો કબ્જે કરી દારૂ સપ્લાયરનું નામ ખોલાવી બે શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, સરતાપર રોડ પર આવેલ કમાન્ડર સિરામિક ફેકટરીમાં કામ કરતો મૂળ ઉતરપ્રદેશનો વતની આરોપી રાકેશ માનીકચંદ યાદવ ફેકટરીના લેબર કવાટર્સમાં વિદેશી દારૂ છુપાવી વેચાણ કરે છે. જે બાતમીને આધારે લેબર કવાટર્સમાં દરોડો પાડતા વિદેશી દારૂની 29 બોટલ કિંમત રૂપિયા 37,500, બિયરના 144 ટીન કિંમત રૂપિયા 20,280 તેમજ એક મોબાઈલ રૂ.5000 મળી આવતા પોલીસે કુલ રૂ.62,780નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂ- બિયરનો જથ્થો આરોપી પ્રવીણ શિવાભાઈ જોગરાજીયાએ આપ્યાનું કબુલતા આરોપી રાકેશને અટકાયતમાં લઈ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.