Wednesday - Aug 19, 2026

પીપળીયા ચાર રસ્તા પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત

પીપળીયા ચાર રસ્તા પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત

મોરબી : મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક નિરુબેન નગરના પાટિયા પાસે ગત તા.19 ડિસેમ્બરના રોજ કોઈ અજાણ્યા વાહન ચાલકે જીજે - 36 - એકે - 3921 નંબરનું મોટર સાયકલ લઈને જઈ રહેલા દિનેશભાઇ પ્રતાપભાઈ બાબરીયાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા દિનેશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા પ્રતાપભાઈ રણછોડભાઈ બાબરીયા રહે.કુંતાસી તા.મોરબી વાળાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.