Saturday - May 16, 2026

મોરબી નજીક વૃક્ષ સાથે લટકીને યુવાને જીવનનો અંત આણ્યો

મોરબી નજીક વૃક્ષ સાથે લટકીને યુવાને જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ પર મિલેનિયમ કારખાનાની બાજુમાં આવેલ સરકારી ખરાબામાં ઝાડ સાથે દોરી બાંધી મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સંદીપ જટાશંકરભાઈ યાદવ ઉ.વ. 25 નામના યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.