Saturday - May 16, 2026

જીવાપર (ચકમપર) ગામે ૨૭માં રુદ્રીયજ્ઞનું ભવ્ય આયોજન સાથે મહારક્તદાન કેમ્પ યોજાશે.

જીવાપર (ચકમપર) ગામે ૨૭માં રુદ્રીયજ્ઞનું ભવ્ય આયોજન સાથે મહારક્તદાન કેમ્પ યોજાશે.

સાથે મહારક્તદાન કેમ્પ નું આયોજન

મોરબી:જીવાપર (ચકમપર) સમસ્ત સરસાવાડીયા પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી “૨૭ મો રુદ્રીયજ્ઞ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આગામી ૨૫-૧૨-૨૦૨૫, ગુરુવાર ના રોજ જીવાપર (ચકમપર) મુકામે આ ધાર્મિક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

ધાર્મિક વિધિઓ અને મહાપ્રસાદનો સમય નીચે મુજબ રહેશે:

* યજ્ઞ પ્રારંભ: સવારે ૬:૦૦ કલાકે
*રક્તદાન સમય: સવારના ૮:૦૦ થી ૧૧:૦૦ સુધી 
* મહાપ્રસાદ: બપોરે ૧૨:૩૦ કલાકે
* યજ્ઞ પૂર્ણાહુતિ: બપોરે ૧:૦૦ કલાકે

આ રુદ્રીયજ્ઞમાં મુખ્ય પાટલાના યજમાન તરીકે બચુભાઈ મહાદેવભાઈ સરસાવાડીયા તથા વિજયાબેન બચુભાઈ સરસાવાડીયા બિરાજશે. તથા આ મહોત્સવમાં મહાપ્રસાદના દાતા તરીકે તળશીબાપા સરસાવાડીયા પરિવાર (જીવાપર) સેવા આપશે.

સરસાવાડીયા સહપરિવાર દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને સ્નેહીજનોને આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જીવાપર (ચકમપર) ગામે ૨૭માં રુદ્રીયજ્ઞનું ભવ્ય આયોજન સાથે મહારક્તદાન કેમ્પ યોજાશે.