મોરબી : મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામની સીમમાં રહેતા મુકેશભાઈ માળી નામના શ્રમિકની એક વર્ષની પુત્રી મીરા રમતા રમતા ખેત તલાવડીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી માસૂમ મીરાનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.