માળીયાના ખાખરેચી ગામ અને વરડુસર ગામ વચ્ચે ધોડાધ્રાઈ નદીમાં કેમિકલ યુક્ત પાણી આવવાથી અનેક માછલીના મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ છે. આજુબાજુના કારખાના દ્વારા નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા આ ઘટના બની હોવાનું જાગૃત નાગરિકે જીપીસીબી સમક્ષ યોગ્ય પગલાની માંગ કરી છે.
માળીયાના ખાખરેચી અને વરડુસર ગામ વચ્ચે ધોળાધોઈ નદી આવેલી છે અને આ નદીમાં ઘણા સમયથી કેમિકલ યુક્ત પાણી આવે છે આ પાણી ખાખરેચી અને માળા બાના સર્વે નંબરમાં જે કારખાના આવેલા છે તેમાંથી આ ઝેરી પદુષિત પાણી આવે છે અને કેમિકલના ટેન્કર નદીમાં ઠલવાય છે તેના કારણે અનેક પ્રકારના માછલાના મૃત્યુ થયેલ છે તો તેના ઉપર તાત્કાલિક ધોરણે આ કેમિકલ યુક્ત પાણી બંધ કરવા માટે ખાખરેચી ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી કરી છે તેવું ગોવિંદભાઈ પ્રેમજીભાઈ જસાપરાએ જણાવ્યું છે.