Thursday - Apr 23, 2026

મોરબીમાં અજાણી સ્ત્રીએ તરછોડી દીધેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળ્યું

મોરબીમાં અજાણી સ્ત્રીએ તરછોડી દીધેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળ્યું

ખુશીયા દેતી હૈ દુઃખ લે લેતી હૈ માં મમતા  કા કોઈ નહિ મોલની વત્સલ્યમૂર્તિ માંને સંતાનો પ્રત્યે સમર્પણની અતૂટ લાગણી વચ્ચે મોરબીમાં એક નિષ્ઠુર જનેતાની સંતાન પ્રત્યે સંવેદના મરી પરવારી હોય એવી આધાતજનક ઘટના સામે આવી છે. જેમાં મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આજે એક નિષ્ઠુર જનેતા સહિતનાએ પોતાનું પાપ છુપાવેલા મૃત હાલતમાં જન્મેલા નવજાત શિશુને તરછોડી દેતા આ નિષ્ઠુર જનેતા સહિતના જવાબદારો સામે ફિટકારની લાગણી વરસી છે.

મોરબીના એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની સુપર ટોકીઝ પાછળ આવેલ મહેન્દ્રપરા વિસ્તારમાં આજે એક તાજા જન્મેલા બાળકનો મૃતદેહ રઝળતો હોવાની જાણ થતાં એ ડિવિઝનના મહિલા ફોજદાર સોનારા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે તાજા જન્મેલા મૃત બાળકનો કબ્જો મેળવીને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે. આ અંગે એ ડિવિઝન પીઆઇ એચ. એ. જાડેજાએ જણાવ્યું હતું કે, હજુ મૃત હાલતમાં નવજાત શિશુ બિનવારસી રીતે મળતા તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે આ મૃત બાળક પ્રાથમિક દ્રષ્ટિએ સાત માસનું હોવાનું અનુમાન છે. કોઈ અજાણી સ્ત્રી કે તેના કોઈ સગાઓ દ્વારા અધૂરા માસે આ બાળકનો જન્મ થયો હોય અને એ પણ મૃત હાલતમાં હોવાથી પોતાનું પાપ છુપાવવા બાળકના મૃતદેહને તરછોડી દીધું હોવાનું તારણ સાથે આ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.