મોરબી : ટંકારા તાલુકાના મિતાણાથી પડધરી જતા હાઇવે પર છ દિવસ પૂર્વે સાંજના સમયે બાઈક લઈને જઈ રહેલા આધેડને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં દહીંસરડા ગામના રહેવાસી આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસ મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કર્યો છે.
પડધરી તાલુકાના દહીંસરડા આજી ગામે રહેતા ભાનુભાઈ ચનાભાઈ ચાવડા ગત તા.25ના રોજ મિતાણા પડધરી હાઇવે પર બાઈક લઈને જતા હતા ત્યારે ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક આવેલ શિલ્પન કારખાના પાસે અજાણ્યા વાહન ચાલકે સાંજના સમયે ભાનુભાઈને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા ભાનુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ દેવજીભાઈ ચનાભાઈ ચાવડા ઉ.50ની ફરિયાદના આધારે ટંકારા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.