Monday - Apr 06, 2026

ટંકારાના લજાઈ ગામે વીજશોક લાગતા આધેડનું મોત

ટંકારાના લજાઈ ગામે વીજશોક લાગતા આધેડનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે વેણીયા સીમમાં વાડી ધરાવતા રામરાજસિંહ વિક્રમસિંહ ઝાલા ઉ.51 નામના ખેડૂત ગત તા.1 ફેબ્રુઆરીના રોજ પોતાની વાડીએ પાણી વાળતા હતા ત્યારે લાઈટના થાંભલે ચડી લાઈટ રીપેર કરવા જતા વીજ શોક લાગતા થાંભલા પરથી પડી જતા બેભાન હાલતમાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જતા તા.22 માર્ચના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.