મોરબી: આજના સમયમાં જ્યારે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ હજારો રૂપિયાનો ધુમાડો કરતા હોય છે, ત્યારે 'પરહિતકર્મ ગ્રુપ'ના સભ્ય સાગરભાઈ કડીવાર દ્વારા એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ આડંબર વગર, જરૂરિયાતમંદ બાળકો અને અબોલ જીવોની સેવા કરીને કરી હતી.
સાગરભાઈ દ્વારા હાઈવે વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ જઈને સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં ૧૨૫ થી વધુ જરૂરિયાતમંદ બાળકો ને ગરમાગરમ ડ્રાયફ્રૂટવાળા દૂધપૌંઆ પીવડાવવામાં આવ્યા હતા.
તેમને અબોલ જીવો માટે પણ માનવ સેવા સાથે જીવદયાનું લક્ષ્ય રાખી ૫૦થી વધુ શ્વાનોને દૂધ પીવડાવ્યું હતું.
અબોલ જીવોની સેવા અને માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે, તે સૂત્રને સાગરભાઈએ સાર્થક કર્યું છે. આ તકે તેમણે સમાજને અપીલ કરી હતી કે, દરેક વ્યક્તિએ પોતાના વિશેષ દિવસોમાં આ પ્રકારે સામાજિક અને પ્રેરણાદાયી કાર્યો કરવા જોઈએ જેથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય.