Sunday - Oct 04, 2026

મોરબીમાં રામનવમીની શોભાયાત્રાના આયોજન માટે બેઠક યોજાશે

મોરબીમાં રામનવમીની શોભાયાત્રાના આયોજન માટે બેઠક યોજાશે

મોરબી : મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે દર વર્ષે મોરબીના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે. આ વર્ષે પણ શોભાયાત્રાના આયોજન અંગે ચર્ચા કરવા સર્વે સનાતન હિન્દુ સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં રામનવમીની શોભાયાત્રાના આયોજન માટે બેઠક યોજાશે

આ બેઠક 11 માર્ચ, બુધવારે રાત્રે 9:30 કલાકે અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે યોજાશે. જેમાં વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ, હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ એસોસિએશનના મોભીઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. બેઠકમાં રામનવમી શોભાયાત્રાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.